PM મોદીનો સવાલ, 'દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?'

પીએમ મોદીએ કહ્યું કે તમે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર તમારો પાક વેચવા માંગો છો? તો તમે તેના પર વેચી શકો છો. તમે મંડીમાં વેચવા માંગો છો તો ત્યાં વેચી શકો છો. તમે તમારો પાક નિકાસ કરવા માંગો છો તો તમે નિકાસ પણ કરી શકો છો. તમે તેને વેપારીને વેચવા માંગો છો તો તમે વેચી શકો છો.

PM મોદીનો સવાલ, 'દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?'

નવી દિલ્હી: ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ આજે ખેડૂતોને સંબોધન કર્યું. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવેલા આ સંબોધનમાં પીએમ મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. 

जो दल पश्चिम बंगाल में किसानों के अहित पर कुछ नहीं बोलते वो दल यहां किसान के नाम पर दिल्ली के नागरिकों को परेशान करने में लगे हुए हैं, देश की अर्थनीति को बर्बाद करने में लगे हुए हैं।

— BJP (@BJP4India) December 25, 2020

ખેડૂતોના જીવનમાં ખુશી, આપણા બધાના જીવનમાં ખુશી વધારે છે
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોના જીવનમાં ખુશી, આપણા બધાના જીવનમાં ખુશી વધારે છે. આજનો દિવસ તો ખુબ જ પાવન પણ છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે તેની સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. આજે મોક્ષદા એકાદશી છે, ગીતા જયંતી છે. આજે જ ભારત રત્ન મહામના મદનમોહન માલવીયજીની જયંતી પણ છે. આજે જ આપણા પ્રેરણા પુરુષ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની પણ જન્મજયંતી છે. તેમની સ્મૃતિમાં આજે દેશ ગુડ ગવર્નન્સ ડે પણ ઉજવી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારના બેન્ક ખાતામાં એક જ ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યા છે. 

पंजाब के किसानों को गुमराह करने के लिए आपके पास समय है, केरल में यह व्यवस्था शुरू कराने के लिए आपके पास समय नहीं है।

क्यों आप लोग दोगली नीति लेकर चल रहे हो। pic.twitter.com/s7DD2gN7sl

— BJP (@BJP4India) December 25, 2020

બંગાળ સરકાર પર આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે મને આજે અફસોસ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ બહેનોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમય સુધી રોકી રાખી છે. સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખુબ નીકટતાથી જોઈ રહી છે. જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત પર કઈ નથી બોલતા તે પક્ષ અહીં ખેડૂતોના નામ પર દિલ્હીના નાગરિકોને પરેશાન કરવામાં લાગ્યા છે, દેશની અર્થનીતિને બરબાદ કરવામાં લાગ્યા છે. જે લોકો 30-30 વર્ષ સુધી બંગાળમાં રાજ કરતા હતા, એક એવી રાજનીતિક વિચારધારાને લઈને તેમણે બંગાળને ક્યાંથી ક્યા લાઈને ઊભું કરી દીધુ તે આખો દેશ જાણે છે. 

— BJP (@BJP4India) December 25, 2020

પહેલાની સરકારોની નીતિઓના કારણે નાના ખેડૂતો બરબાદ થયા
પીએમ મોદીએ કહ્યું કે મમતાજીના 15 વર્ષ જૂના ભાષણો સાંભળશો તો ખબર પડશે કે આ વિચારધારાએ બંગાળને કેટલું બરબાદ કરી દીધુ. આ એજ લોકો છે જે વર્ષો સુધી સત્તામાં રહ્યા. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડૂતોનો એટલો વિકાસ ન થઈ શક્યો જેટલું તેમનામાં સામર્થ્ય હતું. પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ બરબાદ નાના ખેડૂતો થયા.  હું આ પક્ષોને પૂછું છું કે ફોટા માટે કાર્યક્રમો કરો છો, જરા કેરળમાં આંદોલન કરીને ત્યાં APMC તો ચાલુ કરાવો. પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો સમય છે, કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શું તમે લોકો બેવડી નીતિ લઈને ચાલી રહ્યા છો. 

इनकी नीतियों की वजह से देश की कृषि और किसान का उतना विकास नहीं हो पाया जितना उसमें सामर्थ्य था।

पहले की सरकारों की नीतियों की वजह से सबसे ज्यादा बर्बाद छोटा किसान हुआ।

— BJP (@BJP4India) December 25, 2020

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોના નામે પોતાના ઝંડા લઈને જે ખેલ ખેલી રહ્યા છો હવે તેમણે સત્ય સાંભળવું પડશે. આ લોકો અખબાર અને મીડિયામાં જગ્યા બનાવીને, રાજકીય મેદાનમાં પોતાના અસ્તિત્વની જડીબૂટી શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે 2014માં સરકાર બન્યા બાદ અમારી સરકારે નવા એપ્રોચ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમે દેશના ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ, કૃષિના આધુનિકીકરણ, અને તેના ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા પર ધ્યાન આપ્યું. 

અમારી સરકારના પ્રયત્નો, દેશના ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકારે પ્રયત્ન કર્યો કે દેશના ખેડૂતોને પાકના યોગ્ય  ભાવ મળે. અમે લાંબા સમયથી લટકી રહેલા સ્વામીનાથન કમિટીના રિપોર્ટ મુજબ પાકનું દોઢ ગણુ MSP ખેડૂતોને આપ્યું. પહેલા ગણતરીના પાક પર MSP મળતું હતું. અમે તેની સંખ્યા પણ વધારી. આ કૃષિ સુધાર દ્વારા અમે ખેડૂતોને સારા વિકલ્પ આપ્યા છે. આ કાયદા બાદ તમે જ્યાં ઈચ્છો ત્યાં તમારો પાક વેચી શકો છો. તમને જ્યાં પાકના યોગ્ય ભાવ મળે ત્યાં તમે પાક વેચી શકો છો. 

MSP પર પીએમ મોદીનું નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે તમે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર તમારો પાક વેચવા માંગો છો? તો તમે તેના પર વેચી શકો છો. તમે મંડીમાં વેચવા માંગો છો તો ત્યાં વેચી શકો છો. તમે તમારો પાક નિકાસ કરવા માંગો છો તો તમે નિકાસ પણ કરી શકો છો. તમે તેને વેપારીને વેચવા માંગો છો તો તમે વેચી શકો છો. અમે એ લક્ષ્ય પર કામ કર્યું કે દેશના ખેડૂત પાસે ખેતરમાં સિંચાઈની પૂરતી સુવિધા હોય. અમે દાયકાઓ જૂની સિંચાઈ યોજનાઓને પૂરી કરવાની સાથે દેશભરમાં Per Drop-More Crop ના મંત્ર સાથે માઈક્રો ઈરીગેશનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે એ દિશામાં આગળ વધ્યા કે પાકને વેચવા માટે ખેડૂતો પાસે ફક્ત એક બજાર નહીં પરંતુ નવા બજાર હોય. અમે દેશની એક હજારથી વધુ કૃષિ મંડીઓને ઓનલાઈન જોડી. તેમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થઈ ચૂક્યો છે. 

अगर किसानों को अपनी उपज बेचने का विकल्प ऑनलाइन माध्यम से पूरे साल और कहीं भी मिल रहा है तो इसमें गलत क्या है?

— BJP (@BJP4India) December 25, 2020

દેશના ખેડૂતોને આટલા અધિકારો મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?
પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?  જો ખેડૂતોને પોતાનો પાક વેચવાનો વિકલ્પ ઓનલાઈન માધ્યમથી આખું વર્ષ અને ગમે ત્યાં વેચવાનો મળી રહે તો તેમાં શું ખોટું છે? છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 2.5 કરોડ નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ  કાર્ડથી જોડવામાં આવ્યા છે. અમે માછલી પાલકો, પશુપાલકોને પણ હવે ક્રેડિટ કાર્ડ આપી રહ્યા છીએ. 

નવા કૃષિ સુધારા અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે આજે નવા કૃષિ સુધારાઓને લઈને અસંખ્ય જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો ખેડૂતો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે કે MSP સમાપ્ત થઈ રહી છે. કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે મંડીઓને બંધ કરી દેવામાં આવશે. હું તમને ફરીથી ધ્યાન અપાવવા માંગુ છું કે આ કાયદાને લાગુ થયે અનેક મહિના થઈ ગયા છે. શું તમે દેશના કોઈ પણ ખૂણે મંડીઓ બંધ થવાના  સમાચાર સાંભળ્યા છે? સરકાર ખેડૂતો સાથે દરેક ડગલે ખડી છે. ખેડૂત ઈચ્છે તેને પોતાનો પાક વેચે, સરકારે એવી વ્યવસ્થા કરી છે કે એક મજબૂત કાયદો ખેડૂતોના પક્ષમાં હોય. 

ये कृषि सुधारों और नए कृषि सुधार कानूनों के बाद भी हुआ है।

- पीएम @narendramodi
#PMKisan

— BJP (@BJP4India) December 25, 2020

कुछ लोग किसानों के बीच भ्रम फैला रहे हैं कि MSP समाप्त की जा रही है।

कुछ लोग अफवाहें फैला रहे हैं कि मंडियों को बंद कर दिया जाएगा।

— BJP (@BJP4India) December 25, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news